મોરબી – જેતપર ફોરલેન પ્રોજેક્ટના નડતર રૂપ દબાણો હટાવાયા

- text


મામલતદાર, પોલીસ અને આરએન્ડબીની સંયુક્ત કાર્યવાહી

મોરબી : મોરબી જેતપર હાઇવે ફોર લેન પ્રોજેકટ આડે મહેન્દ્રનગર ચોકડીથી જેતપર સુધી અનેક ગેરકાયદે દબાણો ઉભા થયેલ હોય પ્રોજેકટ વિલંબમાં પડતા આજે મામલતદાર, પોલીસ અને આરએન્ડબીની સંયુક્ત કાર્યવાહી કરી આ દબાણો દૂર કર્યા હતા.

મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી જેતપુર જવાના માર્ગને ફોરલેન કરવા માટેનું કામ મંજૂર થયેલ હોય અને આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું હોય આ રસ્તાની બન્ને બાજુએ આવેલા દબાણ ડેવલપમેન્ટ મુજબ દૂર થાય તો જ આ રોડનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમ હોય અને જો કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ભરવી પડે છે.

એ જ રીતે જો વહીવટી અડચણના કારણે કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો સરકારે કોન્ટ્રાક્ટરને વધુ નાણાં ચૂકવવા પડે છે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેશ આદ્રોજાએ આ બાબતે જિલ્લા કલેકટર જી ટી પંડ્યાના ધ્યાને મુકતા તેઓના માર્ગદર્શન નીચે આજરોજ આ રોડ પરના તમામ નડતરરૂપ દબાણો દૂર કરવા માટે મોરબી તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નિખિલ મહેતા અને મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર વાળાએ સંયુક્ત રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી માર્ગ અને મકાન વિભાગને આ દબાણો દૂર કરવા માટે અનુકૂળતા કરી આપેલ જેના પરિણામે આજે આ દબાણો દૂર કરવામાં આવતા જેતપુર રોડનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ મોરબી તાલુકાના બગથળા ગામે નવા ગામ તળ તરીકે ગ્રામ પંચાયતે પસંદ કરેલ જમીનમાં દબાણ હોય તે દૂર કરી ઝડપથી ગામતળ નિમ થઈ શકે તે માટે ડીડીઓએ જિલ્લા કલેકટર જી. ટી.પંડયાને જણાવતા મોરબી તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પોલીસે સંયુક્ત રીતે આ દબાણ દૂર કરવામાં ગ્રામ પંચાયતને અનુકૂળતા કરી આપેલ હતી.

- text