મોરબીમાં મિલેટ્સ વર્ષ 2023 અંતર્ગત પ્રદર્શન કમ વેંચાણ યોજાશે

- text


મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તેમજ હરડે પ્રચાર કેન્દ્ર, મોરબી દ્વારા મિલેટ્સ વર્ષ-2023 અંતર્ગત તા. 9 જુલાઈના સવારના 9 થી 1 કલાકે માર્કેટીંગ યાર્ડની બહારની બાજુ, આર. ડી. સી. બેંકના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે પ્રદર્શન કમ વેંચાણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન કમ વેચાણ કેન્દ્ર ઉપરથી ભારત સરકાર દ્વારા ઘોષિત મિલેટ્સ વર્ષ-2023 અંતર્ગત વિવિધ હળવા અને હલકા ધાન્યો જેવા કે કોદરો, કાંગ,સામો, બાજરી, જવ, જુવાર, રાગી વગેરે વિશેની માહિતી, તેની ઉપલબ્ધી અને શરીરના પૌષ્ટીક- સમતોલ પોષણ માટે એની જરૂરિયાત વિશેની જાણકારી પ્રાપ્ત થઈ શકશે. તેમજ મિલેટ્સ કેટેગરીનાં ધાન્યો પૈકી ઉપલબ્ધ ધાન્યોનું ત્યાં વેચાણ પણ કરવામાં આવશે.

- text

- text