તું અરજી કરવાનું બંધ કરી દેજે કહી મોરબીના સોખડા ગામના ન્યાય સમિતિના ચેરમેનને ધોકાવ્યા

- text


જાતિ પ્રત્યે પણ અપમાનિત કરતા એટ્રોસીટી એકટ અન્વયે ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામના ગ્રામ પંચાયતના સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને ગામના જ અન્ય એક શખ્સે તું અરજીઓ કરવાનું બંધ કરી દે કહી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો અન્વયે ગુન્હો નોંધાયો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના સોખડા ગામની ગ્રામ પંચાયતના સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમાભાઈ મકવાણાને તેમના જ ગામના કિશોરભાઈ દેવદાનભાઈ બાલાસરાએ તું વારંવાર કેમ અરજીઓ કરે છે કહી ગાળા ગાળી કરી ઝપાઝપી કરી ઇજાઓ પહોંચાડી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text