મોરબીના પાનેલી રોડ ઉપર ઊંડા ખાડામા ન્હાવા જતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ ઉપર સિમોરા સિરામિક પાછળ આવેલ ઊંડા પાણીના ખાડામા ન્હાવા જતા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં સિમોરા સીરામીક ફેકટરીમાં કામ કરતા આદિવાસી યુવાન કમલદાસ દેવદાસ કુમરે ઉ.27નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text