મારી વાતુ કેમ કરતા હતા કહી વૃધ્ધાને મારી નાખવાની ધમકી

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તારમાં રહેતા લીલાબેન ઈશ્વરભાઈ ચાડમિયા ઉ.61 નામના વૃધ્ધા શેરીમાં બેઠા હતા ત્યારે આરોપી આશિષ ધીરુભાઈ વિરડા નામનો યુવાન ત્યાં ધસી આવ્યો હતો અને કહ્યું હતું કે દસ દિવસ પહેલા મારી વાતો કેમ કરતા હતા ? બાદમાં તે ગાડીમાંથી લાકડી લઈને આવ્યો હતો અને વૃધ્ધાને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text