મોરબીના જુના ને જાણીતા ગણેશ જવેલર્સમાં કાલથી ત્રણ દિવસ બ્રાન્ડેડ ગોલ્ડ જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન 

છેલ્લા 43 વર્ષથી લોકોમાં વિશ્વાસનું પ્રતિક બનેલા નારણકા વાળા સુરેશભાઈ સોનીના ગણેશ જવેલર્સ દ્વારા તા.7,8 અને 9જુલાઈએ ગ્રાહકો માટે એન્ટિક, રિયલ ડાયમંડ સહિતના ઘરેણાઓનો ખજાનો ખુલશે 

મોરબી : આજના સમયમાં દેશ વિદેશની અનેક મલ્ટી નેશનલ કંપનીઓ સોનાના આભૂષણો વેચવા માટે ભવ્ય શોરૂમ ખોલી મોટા શહેરોમાં એક્ઝિબિશનો કરી ગ્રાહકોને આકર્ષવા પ્રયાસો કરી રહી છે છતાં પણ જેમની નસ નસમાં સોનાના ઘડતરની કળા સમાયેલી છે તેવા સુવર્ણકાર દ્વારા વિશ્વાસ સાથે બનાવવામાં આવતા એન્ટિક, રિયલ ડાયમંડના દાગીનાઓની તોલે કંપનીઓનો પન્નો ટૂંકો પડી રહ્યો છે ત્યારે છેલ્લા 43 વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ હાંસલ કરનાર નારણકા વાળા સુરેશભાઈ સોનીના દ્વારા તા.7,8 અને 9જુલાઈએ માનવંતા ગ્રાહકો માટે નગર દરવાજા, મેઈન બજાર સ્થિત ગણેશ જવેલર્સ શોરૂમ ખાતે એન્ટિક, રિયલ ડાયમંડ સહિતના ઘરેણાઓનો ખજાનો ખુલ્લો મુકવામાં આવનાર છે.

રજવાડી નગરી મોરબીમાં આભુષણોના શોખીનો ગોલ્ડ, રોઝગોલ્ડ, રિયલ ડાયમંડ, જડતર, કુંદન, મોન્ઝોનાઇટ તેમજ બ્રાન્ડેડ આભુષણોના ચાહક છે ત્યારે ગ્રાહકોની પસંદગીને ધ્યાને લઈ વર્ષ 1980થી મોરબીની સોની બજારમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવતા નારણકા વાળા સુરેશભાઈ સોનીના ગણેશ જવેલર્સ શોરૂમ ખાતે આવતીકાલે તા.7,8 અને 9જુલાઈના રોજ ગ્રાહકો માટે ત્રિ દિવસીય એક્ઝિબિશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

મોરબીના અગ્રણી જવેલર્સ સુરેશભાઈ સોનીએ આ ત્રિ દિવસીય આભૂષણ એક્ઝિબિશન અંગે જણાવ્યું હતું કે, મોરબીના ગ્રાહકોને એક જ જગ્યાએ જડતર, કુંદન, મોન્ઝોનાઇટ, તેમજ બ્રાન્ડેડ ગોલ્ડ, રોઝગોલ્ડ, રિયલ ડાયમંડ જવેલરીનો વિશાલ ખજાનો એક જ જગ્યાએ મળી રહે તે માટેનો અમારો આ પ્રયાસ છે, આ ઉપરાંત અમારે ત્યાંથી ગ્રાહકોને શુદ્ધતાના પ્રમાણરૂપે હોલમાર્ક સાથે 18 કેરેટ અને 22 કેરેટના આભૂષણો huid હોલમાર્ક સાથે ઉપલબ્ધ છે.તો આવતીકાલે મોરબીના તમામ માનવંતા ગ્રાહકોને નગર દરવાજા અંદર, મેઈન બજારમાં આવેલ વિશ્વસનીય ગણેશ જવેલર્સ ખાતે યોજાનાર ત્રિદિવસીય એક્ઝિબિશનમાં પધારવા સુરેશભાઈ સોની દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ જવેલરી એક્ઝિબિશનનું મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર લાઈવ પણ થનાર છે.