મોરબીની ઊંચીમાંડલ પ્રા. શાળામાં નિવૃત્ત થતાં શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાની ઊંચીમાંડલ પ્રાથમિક શાળામાં શિક્ષક ઊંજિયા જીતેન્દ્રભાઈ સેવાકાર્યમાંથી નિવૃત્ત થતા તેમજ તૃપ્તિબેન ગૌસ્વામી આંતરિક બદલીથી બીજી શાળાએ જતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારપછી શાળાના આચાર્ય તેમજ ગામના સરપંચ રવિરાજસિંહએ શુભેચ્છા પ્રવચન આપ્યું હતું. નિવૃત્ત થતાં શિક્ષકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય લેતા શિક્ષકોએ પોતાના અનુભવો જણાવ્યા હતા. શાળાની વિદ્યાર્થીનીઓએ અભિનય ગીત તેમજ વિદાયમાન ગીત રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષક રમેશચંદ્ર ઝાલરિયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફુલતરીયા પ્રજ્ઞાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text