વાંકાનેરમાં મુસ્લિમ યુવક દ્વારા સગીરાનું ગોલો ખવડાવવાનાં બહાને અપહરણ 

- text


અવાવરૂ જગ્યાએ લઈ જઈ અડપલા કરતા પરણિત મુસ્લિમ યુવક વિરુદ્ધ પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો

વાંકાનેર : વાંકાનેર શહેરમાં પરણિત મુસ્લિમ યુવક ગોલો ખવડાવવાના બહાને પરિવારજનોને જાણ કર્યા વગર સગીરાનું અપહરણ કરી માર્કેટ યાર્ડ બાજુ અવવારું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરતા આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને બનાવને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ જતા સગીરાના માતાની ફરિયાદને પગલે મુસ્લિમ યુવક વિરુદ્ધ પોકસો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા એક સંતાનના પિતા એવા સિરાજ મુન્ના બુખારી નામનાં પરણિત મુસ્લિમ શખ્સે સગીર વયની બાળાને પરિવારજનોને જાણ બહાર ગોલો ખવડાવવાના બહાને બહાર લઈ જઈ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક હાથ પકડવા સહિતની કુચેષ્ઠા કરી લખણો ઝડકાવ્યા હતા. બીજી તરફ સગીર દીકરી ગુમ થતા પરિવારજનો હાંફળા ફાફળા બની શોધખોળ કરતા સગીરાને સીરાઝ ઉપાડી ગયાનું જાણવા મળ્યું હતું. જો કે ગંભીર બનાવ વાયુવેગે વાંકાનેરમાં પ્રસરી જતા લોકો એકત્રિત થયા હતા અને ઢગાને શોધવા લાગતા આ ઢગો સગીરાને ઘર નજીક મૂકી નાસી ગયો હતો.

- text

બીજી તરફ સગીરાના માતાએ આ ગંભીર બનાવ મામલે આરોપી સીરાઝ મુન્ના બુખારી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 363, 354 (ક) (1) તથા પોકસો એકટ કલમ 12 મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text