મોરબીના ઘેલી ચામુંડા માતાજી મંદિરે શિખર પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં ઘેલી ચામુંડા માતાજીના મંદિર માં મંગલ ધામ ખાતે તા. 25-26 જૂનના શિખર પ્રતિષ્ઠા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 25ના માતાજીના મંદિર ખાતે દેહ શુધ્ધિ, પંચાગ કર્મ, જલ યાત્રા, ગ્રહશાંતિ યજ્ઞ, કુટીરયજ્ઞ જેવા પ્રસંગો યોજાશે તેમજ તા. 25ના સાંજે 5 કલાકે ખોડીયાર માતાજી મંદિર, દરબાર ગઢ ખાતેથી શોભાયાત્રા નીકળશે.

તા. 25ના 9:15 કલાકે મોરબીમાં ઘેલી ચામુંડા માતાજીના મંદિર ખાતે ડાક ડમરૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી મેંગણીવાળા કાથળભાઈ રાવળદેવ અને મિલનભાઈ રાવળદેવ સંગીતના સથવારે ડાક ડમરૂ કાર્યક્રમ પ્રસ્તુત કરશે. તેમજ તા. 26ના માતાજીના મંદિરે વાસ્તુ, ધજાજી મુર્હુત તેમજ મહાઆરતી જેવા પ્રસંગો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો મોરબી તેમજ આસપાસના ગામોની જનતાને લાભ લેવા ઘેલી ચામુંડા માતાજી ગરબી મંડળ, પારેખ શેરી મિત્ર મંડળ તેમજ લીમડાવાળા મામા દેવના સભ્યોએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text