પરિસ્થિતિ થાળે પાડો ! મોરબી પાલિકાને કડક સૂચના આપતા ધારાસભ્ય કાંતિલાલ

- text


ધારાસભ્યએ પાલિકાના કર્મચારીઓ સાથે બેઠક કરી શહેરમાં વાવઝોડા પછી ઉદભવેલી ગંદકી, ભૂગર્ભ ગટર, લાઈટ, સફાઈ સહિતની યુદ્ધના ધોરણે કામગીરી કરવાની તાકીદ કરી

મોરબી : મોરબીમાં બે દિવસ સુધી વાવઝોડાએ ભારે ખાનાખરાબી કરી હતી. આથી વાવઝોડાથી ઉદભવેલી પરિસ્થિતિને થાળે પાડવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસ ડી.સી. પરમારે મોરબી નગરપાલિકાના તમામ કર્મચારીઓ સાથે બેઠક કરીને ધારાસભ્યએ શહેરમાં વાવઝોડા પછી ઉદભવેલી ગંદકી, ભૂગર્ભ ગટર, લાઈટ, સફાઈ સહિતની યુદ્ધના ધોરણે કામગીરી કરવાની તાકીદ કરી હતી.

મોરબીમાં વાવઝોડાને કારણે ઠેરઠેર ગંદકી ઉદભવી છે અને ભૂગર્ભ ઉભરાઈ રહી હોય તેમજ ઘણી લાઈટો બંધ હોય અને ઠેરઠેર પાણી ભરાયેલા, વૃક્ષો પડ્યા તેમજ રોડનું ધોવાણ થઈ જતા ધારાસભ્ય અમૃતિયાએ આ તમામ સમસ્યા 3 દિવસમાં હલ કરવાની નગરપાલિકાના જે તે વિભાગના કર્મચારીઓને સુચબા આપી છે. તેમજ પાણી શુદ્ધ મળે ભૂગર્ભ ક્યાંય ન ઉભરાઈ, જ્યાં જ્યાં લાઈટો બંધ હોય ત્યાં લાઈટો ચાલુ કરવા, આખા શહેરમાં વ્યવસ્થિત રીતે સફાઈ કરવાની સૂચના આપી છે. જો કે વાવઝોડાના બે દિવસમાં વિવિધ પ્રશ્નોની લોકો પાસેથી 125થી વધુ ફરિયાદ આવી હતી. જેનાથી 110 ફરિયાદોનો નિકાલ થયો છે અને 15 જેટલી બાકી રહેતી ફરિયાદોનો પણ નિકાલ થઈ જશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

જ્યારે લોકોને ફરિયાદ માટે બે કલાક સાંભળવામાં આવ્યા હતા. તેમાંથી આટલી ફરિયાદ આવી હોય લોકોને તંત્ર પૂછે છે કે ફરિયાદનો નિકાલ થઈ ગયો કે કેમ ? તેમજ ધારાસભ્યએ જિલ્લા કંટ્રોલ રૂમમાં નોંધાયેલી ફરિયાદનો નિકાલ કરવાની સૂચના આપી હતી. ગંદકી દૂર કરી ડીડીટી છટકાવ કરી રોગચાળો ન ફેલાય તેવી વ્યવસ્થા કરવા, 6 હજાર લાઈટો આવી હોય તેને અહીં જ બેસાડી રીપેર કરવાની તેમજ ઝાડ પડી ગયા હોય તે સહિતના પ્રશ્નો હલ કરવા માનસિક રીતે તૌયર થઈ જવાની કર્મચારીઓને ટકોર કરી હતી તેમજ કર્મચારીઓને જો કોઈ પણ પ્રશ્ન હોય તે જાણવાનું પણ કહ્યું હતું. 15 દિવસ સુધીમાં સતત કામ કરી શહેરને સ્વચ્છ કરી દેવા ખોટા ખર્ચ બંધ કરી આવક વધારવાની સૂચના આપી હતી.તેમજ મોબાઇલ ટાવરનું ભાડું વધારવાનું પણ જણાવ્યું હતું. 3.30 કરોડનો લાઈટમાં ખર્ચ કર્યો હોય પણ સત્યારે એકપણ લાઈટ ન હોય ડિપોઝીટ પરત લેવી અને જે સરકારી કચેરીના લેણા બાકી હોય તેના લેણા ઉઘરાવવા દર મહિને પાલિકા પાસે રૂ 50 હજારનું ભંડોળ રહે તેવી કામગીરી કરવાની સલાહ આપી હતી.

- text

- text