મોરબી-રાજકોટ હાઈવે પર અજંતા ક્લોક પાસે વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરાયો

- text


મોરબી : મોરબીમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. ત્યારે મોરબી-રાજકોટ હાઈવે પર અજંતા ક્લોક કંપની પાસે બે મહાકાય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. વૃક્ષો ધરાશાયી થતાં હાઈવે બંધ થઈ ગયો હતો અને વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વૃક્ષો ધરાશાયી થયાની જાણકારી વિરપર ગામના સરપંચ અને તલાટીને થતાં તેઓએ તાત્કાલિક સ્થળ પર જઈને જેસીબીની મદદથી વૃક્ષો હટાવ્યા હતા અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. રસ્તો ખુલ્લો થતાં ફરીથી વાહન વ્યવહાર શરૂ થયો હતો.

- text

- text