માળીયાના જુના ઘાંટીલા ગામે ભારે પવનમાં વૃક્ષ અને વીજ થાંભલો ધરાશયી

- text


મોરબી : બિપોરજોય વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં દેખાઈ રહી છે ત્યારે માળીયા મીયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામે ભારે પવન આવતા વૃક્ષ અને વીજળીનો થાંભલો પડી ગયો હતો.

ભારે પવનને કારણે માળીયાના જુના ઘાંટીલા ગ્રામ પંચાયત પાસે આવેલું એક મોટું વૃક્ષ અને વીજળીનો થાંભલો પડી ગયો હતો જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. ગ્રામજનો દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

- text

- text