મોરબી લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે મંગળવારથી વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

- text


મોરબી : મોરબી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધોરણ- 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ આગામી તારીખ 13 જૂન ને મંગળવારથી શરૂ થશે. લોહાણા મહાજન વાડી- સુધારાવાડી શેરી ખાતે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન આ નોટબુકનું વિતરણ કરવામાં આવશે.

લોહાણા વિદ્યોતેજક ફંડ- મોરબી દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજના ધો-5 થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરવાનું આયોજન 13 જૂન ને મંગળવાર થી સાંજે 5 થી 7 કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી- સુધારાવાડી શેરી, મોરબી ખાતે કરવામાં આવશે. ફુલસ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ 2023ની માર્કશીટની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે. વર્ષ 2023ની જ માર્કશીટ માન્ય ગણાશે, તેમજ જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવેલ હોય તેમણે ઓનલાઈન માર્કશીટની પ્રિન્ટ અને તેમાં મોબાઈલ નંબર લખીને લાવવાનું રહેશે.

- text

પ્રવર્તમાન વર્ષે લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમમાં વાલજીભાઈ વશરામભાઈ ચગ (પૂર્વ પ્રમુખ-શ્રી લોહાણા મહાજન મોરબી) પરિવાર, નગીનભાઈ ભોજાણી પરિવાર (ગીતા ઓઈલ ઈન્ડ.), જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી પરિવાર, સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન) પરિવાર, RSC મસાલા (નિતીનભાઈ તથા દીપકભાઈ પોપટ) પરિવાર, રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, સ્વ. મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવાર, નિલેશભાઈ પ્રભુદાસભાઈ ખખ્ખર પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર, સ્વ. જ્યોત્સનાબેન મનહરલાલ ચગ પરિવાર, મહિમા ગીફ્ટ તથા તારામ ગીફ્ટ પરિવાર, સ્વ. મધુરિકાબેન કીર્તિભાઈ પાવાગઢી પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે.

- text