અઠવાડિયાના વિલંબ બાદ આખરે ચોમાસાનું કેરળમાં આગમન

- text


શક્તિશાળીવાવાઝોડું બિપરજોય ઉત્તર તરફ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે

મોરબી : લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે દક્ષિણ પશ્ચિમ મોનસૂન કેરળ પહોંચી ગયુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 8 જૂનના રોજ મોનસૂને કેરળમાં દસ્તક આપી છે. હવે 10 જૂન સુધીમાં તે અરબ સાગરના મોટાભાગના વિસ્તારો, દક્ષિણ દ્વીપ ભારત, બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વ ભારતને કવર કરી શકે છે. છેલ્લાં 24 કલાકમાં દક્ષિણપૂર્વ અરબ સાગર પર વાદળો ઘેરાયા છે. પવનની ઝડપ પણ વધી ગઈ છે. હવે મોનસૂન જલ્દી કેરળના બચેલા વિસ્તારો, તમિલનાડુના કેટલાંક વિસ્તારો, કર્ણાટકના કેટલાંક વિસ્તારોમાં પણ આવશે.

- text

હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ ચોમાસુ પશ્ચિમ તટીય વિસ્તારો અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં ધીમી ઝડપથી આગળ વધી રહ્યું છે. જેથી દેશના મોટાભાગના રાજ્યો સહિત ગુજરાતમાં પણ ટૂંક સમયમાં વરસાદનું આગમન થશે. વધુમાં મુંબઈમાં ટૂંક સમયમાં વરસાદ પડી શકે છે. કેરળમાં મોનસૂનના આગમનને જોતા હવામાન વિભાગે મુંબઈમાં આગામી સાત દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક મહેશ પલાવતના જણાવ્યા મુજબ, 10 જૂનથી મુંબઈમાં પ્રી મોનસૂન વરસાદ થવા લાગશે. 15 જૂનની આસપાસ મોનસૂન સંપૂર્ણ રીતે સક્રિય બની જશે. આના કારણે ભયંકર ગરમીનો સામનો કરી રહેલાં મુંબઈવાસીઓને ગરમીથી છૂટકારો મળશે. એક અઠવાડિયાન વિલંબ બાદ આખરે ચોમાસું દક્ષિણ પશ્ચિમ કેરળ પહોંચી ગયું છે.

બીજી તરફ પૂર્વ મધ્ય અરબ સાગરમાં બનેલું ખૂબ જ શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ઉત્તર તરફ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 18 કલાક સુધીમાં આ ચક્રવાત વધારે તેજ બની શકે છે. એ પછી તે ઉત્તર-ઉત્તર પશ્ચિમની દિશામાં આગળના ત્રણ દિવસ દરમિયાન આગળ વધશે. આ શક્તિશાળી ચક્રવાતને જોતા પવનની સ્પીડ 118થી 166 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બની શકે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text