રૂ.2000ની અડધો-અડધ નોટ બેંકમાં જમા : રિઝર્વ બેન્ક 

- text


રૂપિયા 500ની નોટ પરત ખેંચવા કે 1000ની નવી નોટ આવવાની વાત ઉપર રિઝર્વ બેન્કનું પૂર્ણ વિરામ : કહ્યું આવી કોઈ યોજના નથી 

મોરબી : ગુરૂવારના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એમએસપીબેઠકના પરિણામો જાહેર કરી સતત બીજી વખત રેપો રેટમાં કોઇ ફેરફાર નથી કરાયો આ સાથે જ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવેલી 2000 રૂપિયાની ગુલાબી નોટ પૈકી 50 ટકા નોટ પરત બેંકમાં જમા થઇ ગઈ હોવાનું જાહેર કર્યું હતું.

રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંતા દાસે બેઠક બાદ પોતાના નિવેદનમાં કહ્યું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની 500ની નોટ પાછી ખેંચવાની યોજના પણ નથી અને 1000ની નોટ જારી કરવાની પણ કોઇ યોજના નથી. ગવર્નર શક્તિકાંતા દાસે 2000 રૂપિયાની નોટોને પાછી ખેંચવા અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 50 ટકા 2000ની નોટ પાછી આવી ચૂકી છે.

- text

રિઝર્વ બેન્ક દ્વારા ગત.તા.19 મેના રોજ જ્યારે આ નોટોને બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું, ત્યારે દેશમાં કુલ 3.62 લાખ કરોડની 2000ની નોટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, આ આંકડો 31મી માર્ચે 2023 સુધીનો હતો. હવે ગવર્નરે કહ્યું કે, તેમાંથી 1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ દેશની તમામ બેન્કોમાં પાછી આવી ચૂકી છે. અંતમાં ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટોને બદલવા કે જમા કરવા માટે ડરવાની જરૂર નથી.

- text