ઝૂલતા પુલ કેસમાં બન્ને ક્લાર્કના જામીન મંજુર 

- text


નિયમિત જામીન માટે કરેલી અરજી ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખી 

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે બન્ને ટિકિટ ક્લાર્કને રાહત આપી છે, પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા બન્ને ક્લાર્કની નિયમિત જામીન માટે કરેલી અરજી માન્ય રાખી છે.

- text

મોરબીમાં ગત.તા.30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઝૂલતા પુલની ટિકિટ વેચવાનું કામ કરતા ક્લાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયાની ધરપકડ થતા જેલવાસ ભોગવી રહ્યા હતા. સ્થાનિક કોર્ટમાં જામીન અરજી ફગાવાયા બાદ બન્ને ક્લાર્કે નિયમિત જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે, પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે કોર્ટે બન્નેને જામીન આપ્યા છે, ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનાના દિવસે 3165 ટિકિટ વેચી હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો અને પીડિતોના વકીલોએ બન્ને ક્લાર્ક ટિકિટના કાલા બજાર કરતા હોવાની દલીલ કરી જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

- text