મોરબીના લાતીપ્લોટમાંથી 76 બોટલ દારૂ ઝડપાયો

- text


સીટી એ ડિવિઝન પોલીસની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 76 બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લાતીપ્લોટ શેરી નંબર 13માં આરોપી રફીક અબ્દુલભાઇ સેડાતના રહેણાંક મકાનમાં દરોડો પાડી તલાસી લેતા રહેણાંકમાંથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 76 બોટલ કિંમત રૂપિયા 25,890 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text