મોરબી જિલ્લાની ત્રણેય કેનાલોમાં પાણી છોડવા બદલ સરકારનો આભાર માનતા ભાજપ અગ્રણીઓ

- text


ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, દુલર્ભજીભાઈ દેથરીયા સહિતના ભાજપના અગ્રણીઓની રજુઆત ફળીભૂત થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતની સરકારનો આભાર માન્યો

હળવદ : મોરબી જિલ્લાની ત્રણેય કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યું હોય ખેડૂતો ખરીફ પાકનું આગોતરું વાવેતર કરવા માટે વહેલું કેનાલોમાંથી પાણી છોડવાની ધારાસભ્ય પ્રકાશ વરમોરા, દુલર્ભજીભાઈ દેથરીયા સહિતના ભાજપના અગ્રણીઓએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. આથી સરકારે સમયસર મોરબી જિલ્લાની ત્રણેય કેનાલોમા પાણી છોડતા ખેડૂતોએ રાજીપો વ્યક્ત કર્યો છે. વહેલું પાણી છોડવા બદલ ધારાસભ્ય પ્રકાશ વરમોરા, દુલર્ભજીભાઈ દેથરીયા સહિતના ભાજપના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતની સરકારનો આભાર માન્યો છે.

- text

થોડા દિવસો પહેલા રાજ્ય સરકાર દ્વારા હળવદ પંથકમાંથી પસાર થતી મોરબી બ્રાન્ચ, માળીયા બ્રાન્ચ અને હળવદ ધ્રાગંધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જો કે આ ત્રણેય કેનાલોમાં પાણી ચાલુ કરવા માટે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપ અગ્રણીઓ રાજ્ય સરકારને રજુઆત કરી હતી અને ખેડૂતોના આગોતરા વાવેતર માટે મોરબી જિલ્લાની ત્રણેય કેનાલોમાં બંધ કરેલું પાણી ચાલુ કરવાની મુખ્યમંત્રી સહિતનાને રજુઆત કરી હતી. આથી આ રજુઆતને પગલે સરકારે મોરબી જિલ્લાની ત્રણેય કેનાલોમાં પાણી ચાલુ કરી દીધું છે. જો કે સરકાર દ્વારા સાતમા મહિનામાં કેનાલોમાં પાણી છોડવામાં આવે છે. પણ ધારાસભ્ય સહિતના ભાજપ અગ્રણીઓની રજુઆતને લઈને સરકારે વહેલું પાણી છોડતા ખેડૂતો હવે આગોતરું ખરીફ પાકનું વાવેતર કરી શકશે. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા બદલ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપ અગ્રણીઓએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે.

- text