મોરબીના આધેડને ચલમ પાઈ ગુપ્તાંગમા કડી પહેરાવી દેવાઈ : રાજકોટ સારવારમાં

- text


મોરબી નવા બસસ્ટેન્ડ નજીકથી ત્રણ સાધુ જેવા શખ્સો ઉઠાવી ગયા બાદ આચરેલું કૃત્ય

મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારમાં રહેતા અને કડીયાકામ કરતા પ્રૌઢનું ૧૦ દિવસ પહેલા મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીકથી ત્રણ સાધુ જેવા લાગતા શખ્સોએ અપહરણ કરી જૂનાગઢ પાસે જંગલમાં લઈ જઈ ચલમ પાઈ બેભાન કરી દીધા બાદ ગુપ્તાંગમાં બે કડી પહેરાવી દેતા પ્રૌઢને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.

ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબી કાંતિનગરમાં રહેતા અને કડિયાકામ કરતા પ્રૌઢને ગુપ્ત ભાગે બે કડીના કારણે અસહ્ય દર્દ સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કડિયાકામ કરતા પ્રૌઢ ૧૫ દિવસ પહેલા મોરબી બસ સ્ટેન્ડ પર હતા ત્યારે ત્રણ સાધુએ પ્રૌઢનું અપહરણ કરી જુનાગઢ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું.

વધુમાં જૂનાગઢ જંગલમાં ત્રણેય સાધુએ પ્રૌઢને ચલમ પીવડાવી દેતા પ્રૌઢ બેભાન થઈ ગયા હતા. બાદ તેને સાધુ બનાવવા માટે તેની ઈન્દ્રીય ઉપર બે કડી પહેરાવી દીધી હતી. જો કે, પ્રૌઢ પાંચ દિવસ પહેલા નાસી પોતાના ઘરે પહોંચ્યા હતા. પરંતુ પોતાની સાથે બનેલી ઘટનાની કોઈને જાણ કરી નહોતી.

- text

દરમિયાન પ્રૌઢને ગુપ્તભાગે દુઃખાવો ઉપડતા અંતે શરમ સંકોચ છોડીને પોતાના ભાઈને વાત કરી હતી જેના પગલે પ્રૌઢને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં જ તબીબ દ્વારા પ્રૌઢના ગુપ્તાંગ પર ચડાવી દેવાયેલ બે કડીમાંથી એક કડી કાઢી લીધી હતી જ્યારે બીજી કડી ફસાઈ ગઈ હોય જે કાઢવા માટે ઓપરેશન કરવાની જરૂરત હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.

- text