પર્યાવરણ દિવસ નિમિત્તે બરવાળા હાઇસ્કુલના મેદાનમાં ૩૨ પ્રકારના વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : “હરિયાળું મોરબી” ઝુંબેશ અંતર્ગત આજે પર્યાવરણ દિવસ નિમિત્તે બરવાળા હાઇસ્કૂલના મેદાનમાં સાગ, મહુડો, ચંપો, સીતા અશોક, બહેડા, અર્જુન સાદડ, અરીઠા, કદંબ, કાંચનાર, ખાખરો, નગોડ, પારિજાત, રાયણ, કૈલાસપતિ, સિંદૂરી, પેલ્ટ્રો, ગુલમહોર, કરંજ, કણજી, લીમડો, રેઇન ટ્રી, ઊમરો, કાશીદ, બદામ, રાવના, જાંબુડા, મીઠો લીમડો, લીંબુ, સીતાફળ, દાડમ, જામફળ, આમલી મળીને કુલ ૩૨ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું હતું.

આ પ્રસંગે બરવાળા હાઇસ્કુલના ટ્રસ્ટી જયંતિભાઈ જેરાજભાઇ પટેલ, આચાર્ય ઝાલરિયા, તમામ સ્ટાફગણ, આયોજક લાયન્સ ક્લબ મોરબી સીટીના હોદ્દેદારો રમેશભાઈ રૂપાલા, કેશુભાઈ દેત્રોજા, ફૂલતરિયાભાઇ, પરસોતમભાઇ વગેરે તથા આયુર્વેદ પ્રચાર સંગઠન તેમજ પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના સભ્યો પ્રાણજીવન કાલરિયા, ડૉ.મનુભાઈ કૈલા, જીલેશભાઇ કાલરિયા, ડૉ. મધુસુદન પાઠક, શિવલાલ ડાંગર, રાજભાઇ પરમાર, દાજીભાઇ, કિરતસિંહ ઝાલા, ખોડાલાલ સદાતિયા, હસમુખભાઈ વગેરે હાજર રહેલા હતા. દરેક વૃક્ષની માવજત અને ઉછેર માટે સરસ્વતી ભગવતી વિદ્યાલયના સ્ટાફગણની દેખરેખ હેઠળ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોની ટીમ બનાવી જે તે વૃક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

- text

- text