નવા નેશનલ હાઇવેમાં જમીન કપાત મામલે લૂંટાવદર ગામનો વિરોધ

- text


એક કિલોમીટરની ત્રીજીયામાં સરકારે હાઇવે મંજુર કરેલ હોય નવા હાઈવેની જરૂરત ન હોવાની રજુઆત : 26.89હેકટર જેટલી વિશાળ જમીન કપાતમાં જતી હોય ખેડૂતોને વ્યાપક નુકસાનનો આરોપ

મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર નજીકથી નવો નેશનલ હાઇવે પસાર કરવા મામલે નોટિફીકેશન જાહેર થતા લૂંટાવદર ગામના ખેડૂતોએ સામુહિક વિરોધ પ્રગટ કરી નવા હાઇવેમાં 26.89 હેકટર જેટલી વ્યાપક કપાતમાં જતી હોય જે ખેડૂતોને મંજુર ન હોવાની પ્રાંત આધિકારી સમક્ષ રજૂઆત કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લૂંટાવદર ગામ નજીકથી નવો નેશનલ હાઇવે બનાવવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વર્તમાનપત્રમાં જાહેરાત કરતા લૂંટાવદર ગામના ખેડૂતોએ સામુહિક વિરોધ કરી પ્રાંત અધિકારીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, નવલખી હાઇવે 2 લેનનો છે અને સરકારે ફોરલેન મંજુર કર્યો છે ત્યારે નવા કોઈ હાઈવેની જરૂરત નથી. ઉપરાંત નવા હાઇવેમાં ખેડૂતોની 26.89 જેટલી વિશાળ ઉપજાવ જમીન કપાતમાં જતી હોવાનો પણ વ્યાપક વિરોધ કર્યો હતો.

- text

સામુહિક રજુઆતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે દ્વારા આ કપાત કરવામાં ક્યાં ખેડૂતની કેટલી જમીન કપાત થનાર છે, કેટલું વળતર આપવામાં આવશે તે સહિતની બાબતો અંગે કોઈ સ્પષ્ટતા ન હોય તમામ બાબતો સામે વિરોધ પ્રગટ કરી દસ દિવસમાં તમામ બાબતો અંગે હાઇવે ઓથોરિટી સ્પષ્ટતા કરે તેવી માંગ ઉઠાવી હતી.

- text