વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મોરબીમાં સાયકલ રેલી યોજાઈ

- text


મોરબી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, મોરબી દ્વારા ૩ જૂનને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આયોજિત આ સાયકલ રેલીને સવારે ૭:૩૦ કલાકે ઉમિયા સર્કલથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે નવા બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક થઈ સામા કાંઠે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુએ પૂર્ણ થઈ હતી.

આ સાયકલ રેલીમાં ડીડીઓ ડી. ડી. જાડેજા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, ડો. જયંતિભાઈ ભાડેસિયા, કિસાન સંઘના જીલેશ કાલરિયા, ઓમ શાંતિ સ્કુલના પ્રિન્સિપાલ વિરડીયા સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બહોળી સંખ્યામાં લોકો સાયકલ રેલીમાં જોડાઈને આરોગ્ય માટે સાયકલની થીમ સાકાર કરી હતી.

- text

- text