મારી બહેનને કેમ હેરાન કરો છો ? બનેવીને સાળા સહિતના ત્રણે માર માર્યો

- text


મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ નજીક મારી બહેનને કેમ હેરાન કરો છો કહી સાળા સહિતના ત્રણ શખ્સોએ બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા બાયપાસ નજીક રહેતા ફરિયાદી અલ્લારખાભાઈ હુસેનભાઈ રાઉમાને જુના બસસ્ટેન્ડ નજીક તેમના સાળા અજિત હમીરભાઈ રાઉમાએ અટકાવી મારા બહેનને કેમ હેરાન કરો છો કહી મનફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપી અજિત રાઉમા સાથે આવેલ બહાદુર લાખાભાઈ અને હાસમભાઈ લાખાભાઈ રાઉમાએ પણ ગાળો આપતા આ મામલે અલ્લારખાભાઈની ફરિયાદને આધારે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text