આમરણ ઉર્ષમાંથી પરત ફરતા રાજકોટના પરિવારને અકસ્માત નડ્યો, એકનું મોત, 7ને ઇજા

- text


મોડીરાત્રે પંચાસર ચોકડી નજીક અકસ્માત સર્જાયો

મોરબી : મોરબીની પંચાસર ચોકડી નજીક આમરણ ઉર્ષમાંથી પરત ફરી રહેલા રાજકોટના પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું અને સાતને ઇજા પહોંચી હતી.

- text

અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ રહેતો મુસ્લિમ પરિવાર ખાનગી વાહન બાંધી ગતરાત્રે મોરબીના આમરણ ગામે આવેલી દરગાહે દર્શન માટે આવ્યો હતો અને દર્શન કરીને ગત મોડીરાત્રે મુસ્લિમ પરિવાર પોતાના પ્રાઇવેટ વાહનમાં બેસીને રાજકોટ જઈ રહ્યો હતો. ત્યારે મોરબીની પંચાસર ચોકડી પાસે મુસ્લિમ પરિવારના વાહનને કોઈ અજાણ્યા વાહન સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં મુસ્લિમ પરિવારના છ વર્ષના બાળક સાહિન ઇરફાનભાઈ બાકરોલીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે ગુલજારબેન નિઝમભાઈ બાકરોલીયા (ઉ.વ.42), યાશમીનબેન ઇમરાનભાઇ (ઉ.વ.28), ઇરફાનભાઈ હુસેનભાઈ બાકરોલીયા (ઉ.વ. 35), મેઝબિનબેન ઇરફાનભાઈ બાકરોલીયા (ઉ.વ.35), સેઝીનભાઈ નિઝામુદિન બાકરોલીયા (ઉ.વ.16), નિઝામુદિન હસનભાઈ બાકરોલીયા (ઉ.વ.42)ને ઇજા થતાં મોરબીની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે સિમુનાબેન નિઝામભાઈ બાકરોલીયા (ઉ.વ.13)ને અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text