પીપળીયા ચાર રસ્તા નજીકથી ગૌવંશને ક્રૂરતા પૂર્વક લઈ જતો શખ્સ ઝડપાયો

- text


જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસને જાણ કરી ગૌવંશના જીવ બચાવ્યા

મોરબી : મોરબી તાલુકાના આમરણ તરફથી આવતી એક પિકઅપ વાહનમાં બે ગૌવંશ એટલે કે બળદને ક્રૂરતા પૂર્વક બાંધ્યા હોય જાગૃત નાગરિકે મોરબી ટ્રાફિક પોલીસને જાણ કરતા પોલીસે પીપળીયા ચાર રસ્તેથી આ વાહનને પકડી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પીપળીયા ચાર રસ્તા નજીક આમરણ તરફથી આવતી દોસ્ત વાહનમાં બે બળદને ક્રૂરતા પૂર્વક બાંધવામાં આવ્યા હોવાથી જાગૃત નાગરિક દશરથભાઈ જસાભાઈ હુંબલે મોરબી ટ્રાફિક પોલીસને જાણ કરતા પોલીસે પીપળીયા ચાર રસ્તેથી જીજે – 01 – સીવાય – 4274 નંબરનું વાહન પકડી પાડી વાહનમાં ક્રૂરતા પૂર્વક બાંધવામાં આવેલ બે ગૌવંશ એટલે કે બળદને મુક્ત કરાવી આરોપી રાહુલ વાછાભાઈ ગમારા રહે.લતીપુર તા.ધ્રોલ વાળાને અટકાયતમાં લઈ પશુ પ્રત્યે ઘાતકી પણા કાયદાની કલમો મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text