મોરબીમાં ગેસની લાઇન લીકેજ : તાબડતોબ રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ

- text


 

 

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે ગેસની લાઇન લીકેજ થયાનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે તાબડતોબ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડી નજીક ગેસની લાઇન લીકેજ થઈ હતી. જેને કારણે આજુબાજુમાંથી નીકળી પણ ન શકાય તેવી તીવ્ર વાસ ફેલાઈ હતી. આ અંગે ગુજરાત ગેસને જાણ કરાતા તેની ટિમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાઈનની રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી.

- text

- text