રાજકોટમાં 2000ની નોટ નહીં સ્વીકારનાર ફૂટવેર શોપના માલિક વિરુદ્ધ વાંકાનેર પીએસઆઇએ ફરિયાદ નોંધાવી

- text


બે જોડી બુટ ખરીદી બાદ 2 હજારની નોટ નહિ સ્વીકારતા પીએસઆઇએ પોલીસને ફરિયાદ કરી

મોરબી : આગામી 30 સપ્ટેમ્બર સુધી રૂપિયા 2000ની નોટ ચલણમાં હોવા અંગે રિઝર્વ બેંકે જાહેરાત કરી હોવા છતાં પણ કેટલાક દુકાનદારો 2 હજારની નોટ નહિ લેતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે વાંકાનેર પીએસઆઇએ રાજકોટના ફૂટવેર શોપના માલિક વિરુદ્ધ પોલીસ કંમ્પ્લેઇન કરી હોવાનું જાણવા મળે છે.

વાંકાનેર પીએસઆઇ બી.પી.સોનારાએ રાજકોટ ઇન્દિરા સર્કલ નજીક આવેલ અજંતા ફૂટવેર નામની દુકાનમાંથી બે જોડી બુટ ખરીદ કરી રૂપિયા 2000ની ચલણી નોટ પેમેન્ટમાં આપતા દુકાનદાર દ્વારા બે હજારની નોટ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

- text

વધુમાં દુકાનદાર દ્વારા પોતાની દુકાનમાં અહીં 2 હજારની નોટ સ્વીકારવામાં આવતી નથી તેવું બોર્ડ પણ લગાવ્યું હોય દુકાનના મેનેજરને આવું નહિ કરવા કહેતા દુકાન મેનેજરે જે કરવું હોય તે કરવા કહેતા પીએસઆઇ દ્વારા સમગ્ર મામલે રાજકોટ પોલીસને ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text