મોરબી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

- text


મોરબી : મોરબી જિલ્લામાં પોલિસ વિભાગ દ્વારા આગામી તા.૨૬ થી ૩૧ મે સુધી સર્વોપરી સ્કુલ, ૮-એ નેશનલ હાઈવે, ભરત વન ફાર્મની સામે જુના સાદુળકા રોડ ખાતે મોરબી ડિસ્ટ્રિક્ટ પોલીસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની કુલ ૮ ટીમો વચ્ચે ઈન્ટર પોલીસ સ્ટેશન ક્રિકેટ મેચ રમાશે. તેમજ તા.૨૬ ના રાત્રે ૮ કલાકે પોલિસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ વચ્ચે અને રાત્રે ૯ કલાકે ડોક્ટર ઈલેવન અને પ્રેસ ઈલેવન વચ્ચે ફ્રેન્ડલી મેચ પણ રમાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું તા. ૨૬ના રાત્રે ૭:૩૦ કલાકે ક્લેક્ટર તથા પોલીસ અધિક્ષકના હસ્તે ઓપનિંગ કરવામાં આવશે.

- text

- text