મોરબીમાં તબીબ પુત્રના પ્રથમ જન્મદિવસે જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજાયો 

- text


મોરબી : મોરબીના તબીબ ડો. વિરલભાઈ લહેરુએ પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસને સેવામય બનાવવા માટે મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજ્યો હતો અને સૌની જઠરાગ્નિ ઠારીને પુત્રના જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી. આ તકે સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ-મોરબીના અગ્રણીઓની ઉપસ્થિત રહ્યા હતા અને લહેરુ પરિવારે પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો.

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના લેહરુ ડાયગ્નોસ્ટિક લેબ વાળા ડો. વિરલભાઈ લહેરુએ પોતાના પુત્ર દીશાનનો પ્રથમ જન્મદિવસ સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ઉજવ્યો હતો. આ તકે ડો. બી.કે. લહેરુ, ઉર્મિલાબેન લહેરુ, ડો. વિરલભાઈ લહેરુ, પુજાબેન લહેરુ, વિહાન લહેરુ સહિતના તેમના પરિવારજનોએ પોતાના વરદ હસ્તે મહાપ્રસાદ વિતરણ કરી પૂ.જલારામ બાપાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મોરબી સિનિયર સિટીઝન્સ કાઉન્સિલના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત લેહરુ પરિવાર દ્વારા મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તેમજ વિદેશ ગમન કરનાર કે.પી.ભાગીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના લેહરુ પરિવારે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહિતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

- text

- text