સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે રૂ. 75 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પડશે 

- text


35 ગ્રામના સિક્કામાં સિક્કામાં 50% ચાંદી, 40% તાંબુ, 5% નિકલ અને 5% જસત હશે.

મોરબી : આગામી તા.28 મેના દિવસે નવા સંસદ ભવનનું ઉદઘાટન થનાર છે ત્યારે આ વિશેષ પ્રસંગે ખાસ રૂ.75નો સિક્કો લોન્ચ કરવામાં આવશે. નાણા મંત્રાલયે ગુરુવારે આ અંગે માહિતી બહાર પાડી હતી. આ સિક્કો ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાનું મહત્ત્વ પણ દર્શાવશે છે.

75 રૂપિયાના સિક્કાની એક તરફ અશોક સ્તંભનો સિંહ હશે. જ્યારે તેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે. ઉલ્લેખનીય છે કે આ સિક્કાની ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં ‘ભારત’ અને જમણી બાજુ અંગ્રેજીમાં ‘ભારત’ લખેલું હશે.આ સિક્કામાં રૂપિયાનું પ્રતીક પણ હશે અને અંકોમાં 75 પણ લખેલું હશે. જ્યારે સિક્કાની બીજી બાજુ સંસદની તસવીર હશે.

- text

વધુમાં નજર કરીએ તો અહીં ઉપરની બાજુએ દેવનાગરી લિપિમાં ‘સંસદ સંકુલ’ અને નીચેની બાજુએ અંગ્રેજીમાં ‘પાર્લિયામેન્ટ કોમ્પ્લેક્સ’ લખાયેલું હશે.75 રૂપિયાનો આ સિક્કો 44 મિલીમીટર વ્યાસ સાથે ગોળાકાર હશે. તેના એડ્જિસ પર 200 સેરેશન હશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે જે 4 ધાતુઓથી બનેલો હશે. આ સિક્કામાં 50% ચાંદી, 40% તાંબુ, 5% નિકલ અને 5% જસત હોવાનું જાણવા મળે છે.

- text