મોરબીના શિક્ષક લિખિત પંખીને પાંખો મળી પુસ્તકનું વિમોચન કરાયું

- text


મોરબી : મોરબી તાલુકાની ઝીકિયાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં પ્રકાશભાઈ કુબાવત લિખિત પુસ્તક પંખીને પાંખો મળીનું વિમોચન તાજેતરમાં કાયવરણ ખાતે કરવામાં આવ્યું હતું.

ઝીકિયાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં પ્રકાશભાઈ કુબાવત બાળ સાહિત્યકાર છે. તેમના અત્યાર સુધી બે પુસ્તક પ્રકાશિત થઈ ચુક્યા છે. બંને પુસ્તકને પારિતોષિક પણ મળેલા છે. જેમાં પ્રથમ પુસ્તક બાળપરીની વ્યથાને બાળ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમજ બીજા પુસ્તક પરી રાણીના દેશમાંને અંજુ-નરસી વિશિષ્ટ સન્માન-૨૦૨૩ ઘોષિત થયું છે. ત્યારે તેમનું ત્રીજું પુસ્તક પંખીને પાંખો મળીનું વિમોચન કાયવરણ ખાતે કરવામાં આવ્યું હતું. આ વિમોચન કાર્યક્રમમાં પ્રવિણભાઈ ઠક્કર, યોગેશભાઈ ગઢવી, ગૌરવભાઈ ભટ્ટ, સતિષભાઇ સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બીજા ૭ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં ૫૧ જેટલા કવિઓએ પોતાની કવિતાનું પઠન કર્યુ હતું.

- text

- text