મોરબી નજીક હોટલમાં કાઉન્ટર ઉપર ખુલ્લે આમ દારૂનું વેચાણ

- text


તાલુકા પોલીસે બેલા નજીક આવેલી સ્પર્શ ઇન હોટેલમાં દરોડો પાડ્યો

મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં આવેલી હોટેલ સ્પર્શ ઇનમાં કાઉન્ટર ઉપરથી જ ખુલ્લે આમ દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી મૂળ ઉત્તરાખંડના હોટલના કર્મચારીને બે બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, બેલા ગામની સીમમાં લોર્ડ્સ હોટલની બાજુમાં આવેલ સ્પર્શ ઇન હોટલમાં રિસેપશન કાઉન્ટર ઉપરથી વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડતા હોટલના કાઉન્ટર ઉપર બેઠેલ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી નીરજપ્રસાદ વિજયક્રિષ્ના ગેરૌયા જ્યા બેઠો હતો તે ટેબલ નીચેથી વાઈટ લેક વોડકા બ્રાન્ડ દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text