મોરબીના નાની વાવડી ગામે જી-20 અંતર્ગત વાય-20 કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે આગામી તા.22ને સોમવારના રોજ જી-20 સમીટ અન્વયે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વાય – 20 અંતર્ગત યુવા સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે.

રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કોર્ડીનેટર કૌશલભાઈ દવેના નેતૃત્વમાં જિલ્લા સંયોજક નાથાલાલ ઢેઢી, તાલુકા સંયોજક વરસડા નવનીત તથા સોલંકી કિશન દ્વારા G-20 અંતર્ગત યોજાનારા Y-20 કાર્યકમ એટલે યુવા સાથે સીધો સંવાદ કાર્યકમ મોરબી તાલુકાના નાની વાવડી ગામે તા.22ને
સોમવારે રાત્રે 8 વાગે રાખેલ છે. આ કાર્યકમમાં માનનીય મોરબી કલેકટર, મોરબી જિલ્લા પોલીસ વડા તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ, મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિ ભાઈ ઉપસ્થિત રહેશે.

- text

- text