ટંકારાના શિક્ષિકાના પુસ્તક ‘હાથીદાદાની જય હો’નું વિમોચન

- text


મોરબી : બાળ સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની નેમ ધરાવતાં મોરબી – ટંકારાના લેખિકા જીવતીબેન પીપલીયાનું બીજું પુસ્તક હાથીદાદાની જય હોનું વિમોચન કાયાવરણ ખાતે કરવામાં આવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે ‘શબ્દ વાવેતર પરિવાર’ ગ્રુપમાં જોડાઈને નવોદિત કવિઓ અને લેખકોની પદ્ય વિભાગની રચનાઓનું મૂલ્યાંકન કરી માર્ગદર્શન આપતાં, શબ્દ વાવેતર ગ્રુપનાં એડમીન અને લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પીપલીયા જીવતીબેનનાં દ્વિતીય પુસ્તક ‘હાથીદાદાની જય હો’ નું કાયાવરોહણ તીર્થક્ષેત્રમાં વિમોચન કરવામાં આવ્યું.

પ્રથમ બાળગીત સંગ્રહ ‘પરીબાઈની પાંખે’ બાળસાહિત્યકાર યશવંત મહેતા તથા નટવરભાઈ ગોહેલ,અવિનાશભાઈ પરીખ, ધર્મેન્દ્રભાઈ પટેલ, સ્નેહલબેન નિમાવત, કમલેશભાઈ કંસારા, ડો સતિષભાઈ પટેલ, પ્રકાશભાઈ કુબાવત જેવા મહાનુભાવોના વરદ હસ્તે સંપન્ન થયેલ. બાળસાહિત્ય ક્ષેત્રે કંઇક કરવાની ઈચ્છા ધરાવતાં જીવતીબેનનો દ્વિતીય બાળવાર્તા સંગ્રહ ‘હાથીદાદાની જય હો’નુ વિમોચન પ્રવીણભાઈ ઠક્કર (લોકભારતી સણોસરાના પૂર્વ નિયામક), લોકસાહિત્યકાર યોગેશભાઈ ગઢવી, ગૌરવભાઈ ભટ્ટ (લોકસાહિત્યકાર), સતિષભાઈ, હાર્દિકભાઈ પરમાર તેમજ પરિવારજનોનાં વરદ હસ્તે સંપન્ન થયું. આ સ્નેહમિલનમાં એકાવન જેટલાં કવિઓએ પોતાની કવિતાનું પઠન કર્યું હતું. આ કાર્યક્રમમાં બીજા સાત પુસ્તકોનું પણ વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

- text

- text