મોરબીના લાતીપ્લોટમાં ઘડિયાળના કારખાનામાં આગ ભભૂકી

- text


મોરબી : મોરબી શહેરના ઘડિયાળ ઉદ્યોગના હબ ગણાતા લાતીપ્લોટમા આજે વહેલી સવારે ઘડિયાળના કારખાનામાં આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા મોરચો સાંભળી આગ બુઝાવવા પ્રયાસો હાથ ધરાયા છે.

આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 7મા ગેસ ગોદામ વાળી શેરીમાં આવેલ મંગલમ કલોક નામના કારખાનામાં આજે વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા મોરચો સંભાળી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે, આગ કેમ લાગી તે કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ આગ વિકરાળ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text