મોરબીમાં બે રહેણાંકમાંથી 44 બોટલ દારૂ ઝડપાયો, એક ઝબ્બે, એક ફરાર

- text


સીટી એ ડીવીઝન પોલીસે રવાપર ગામ અને નવા ડેલા રોડ ઉપર કરેલી કાર્યવાહી

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે અલગ અલગ દરોડામાં બે રહેણાંક મકાનમાંથી 44 બોટલ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો, દરોડા દરમિયાન એક આરોપી હાજર મળી આવ્યો હતો જ્યારે બીજા દરોડામાં આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યાવહી કરી હતી.

વિદેશી દારૂ અંગેના પ્રથમ દરોડના સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ગામની શિવશક્તિ સોસાયટીમાં આરોપી એભલભાઈ ખેંગારભાઈ ડાંગરના રહેણાંકમાં દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 32 બોટલ કિંમત રૂપિયા 12000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં નવા ડેલા રોડ ઉપર આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 4500 કબ્જે કરી દરોડા દરમિયાન આરોપી હાજર ન મળતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text