દિવસે કરડતા મચ્છરથી બચજો ! ડેન્ગ્યુ થશે

- text


ડેન્ગ્યુથી બચવા અંગેની માહિતી આપતા ગોકુલ હોસ્પિટલના ડો. વિપુલ માલાસણા

મોરબીઃ આજકાલ ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો ડેન્ગ્યુની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે ડેન્ગ્યુ કેવી રીતે થાય, તેનાથી બચવા શું કરવું, ડેન્ગ્યુ થાય તો કેવી સાર સંભાળ રાખવી વગેરે અંગે મોરબીની ગોકુલ હોસ્પિટલના ડો. વિપુલ માલાસણાએ માહિતી આપી છે.
ડેન્ગ્યુ અંગેની સંક્ષિપ્ત માહિતી

શેનાથી થાય- ડેન્ગ્યુ નામના વાઇરસથી
શેનાથી ફેલાય- મચ્છર દ્વારા
કરડવાનો સમય- મોટાભાગે દિવસ ના કરડે
ઉત્પત્તિ સ્થાન- જ્યાં પણ પાણી ભરાઇ રહેતું હોય પાણીનો સંગ્રહ થતો હોય એવી જગ્યાએ. જેમ કે ઉપયોગમાં લેવાયેલા ટાયરો, ખુલ્લા પડી રહેતા વાસણો, ફ્રીજની નીચેની જગ્યાઓ, એર કુલરની નીચેની જગ્યાઓ વગેરે વગેરે.

ડેન્ગ્યુના પ્રકાર
(1) ડેન્ગ્યુ ફિવર
(2) ડેન્ગ્યુ હેમરેજીક ફીવર
(3) ડેન્ગ્યુ શો ક syndrome

લક્ષણો
(1) ડેન્ગ્યુ ફિવર- તાવ આવવો, માથું દુઃખવું, કળતર થવી, ખાસ કરીને આંખના ડોળાની પાછળ દુઃખાવો, થવો શરીરમાં ચામડી પર લાલ લાલ ચાઠા નીકળવા.
(2) ડેન્ગ્યુ હેમરેજીક ફીવર- ઉપરનાં લક્ષણો ઉપરાંત.. શરીરમાં ક્યાંય થી લોહી નીકળવું જેમ કે દાંતના પેઢામાંથી, પેશાબ લાલ આવવો, અથવા સન્ડાસમાં લોહી પડવું અથવા ગળફા તથા ઊલટીમાં લોહી નીકળવું.
(3) ડેન્ગ્યુ શોક syndrome- ઉપરના લક્ષણો ઉપરાંત.. શોક એટલે કે દર્દીનું બીપી ઘટી જવું, શરીર ઠંડું પડી જવું, શરીરનું તાપમાન એકદમથી નીચે જતું રહેવું.

નિદાન
લોહીના રિપોર્ટ પરથી ડેન્ગ્યુનું સચોટ નિદાન થઇ શકે છે.
(1) CBC- એટલે કે પ્લેટલેટ કાઉન્ટ અને wbc કાઉન્ટ મહત્વના હોય છે.
ડેન્ગ્યુના દર્દીને CBC રિપોર્ટમાં દિવસે દિવસે શ્વેતકણો અને પ્લેટલેટ્સ પણ ઘટતા જાય.
(2) SPECIFIC TEST for dengue- એન એસ વન એન્ટીજન, આઇજી એમ અને આઇજીજી એન્ટીબોડી રિપોર્ટ.
શરૂઆતના તબક્કે એન એસ વન ટેસ્ટ પોઝિટિવ આવે ,પછી અમુક દિવસો પછી આઇજીએમ એન્ટિબોડીઝ ટેસ્ટ પોઝિટિવ આવે. પણ જો માત્ર આઇજીજી એન્ટિબોડીઝ ટેસ્ટ પોઝિટિવ આવે તો દર્દીને ભૂતકાળમાં ડેન્ગ્યુ થયો છે એમ કહી શકાય અત્યારે હાલમાં ડેન્ગ્યુ નથી એવું કહી શકાય.

- text

સારવાર
પુષ્કળ પ્રમાણમાં પાણી અથવા પ્રવાહી લેતુ રહેવું જોઈએ.
તાવ આવે તો તેના માટે પેરાસીટામોલ લઈ શકાય. તાવને ઉતારવા માટે કોઈપણ જાતની દુઃખાવાની ગોળી ન લેવી જોઈએ. ડેન્ગ્યુ વાયરસથી થતો રોગ હોવાથી મોટાભાગના કિસ્સાઓમાં માત્ર પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવાથી તથા સામાન્ય ગોળી લેવાથી એની જાતે જ અમુક દિવસોમાં ડેન્ગ્યુ મટી જતો હોય છે. માત્ર અમુક ટકા કેસમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી હોય છે.

દાખલ કરવાની જરૂર કયારે પડે એ માટેના ભયજનક લક્ષણો
-ક્યાંયથી પણ લોહી નીકળવું.
-વધારે પડતું પેટમાં દુખવુ.
-ઉલટી થયે રાખવી.
-દવા આપવા છતાં પણ તાવ ન ઉતરવું.
-સાથે બીજી કોઈ ગંભીર બીમારીઓ હોવી.
-CBC રિપોર્ટમાં પ્લેટલેટ કાઉન્ટ વધારે પડતા ઘટી જવા..

આવા કિસ્સાઓમાં દર્દીઓને ડોક્ટરની દેખરેખમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી હોય છે. દાખલ કર્યા બાદ દર્દીઓને જરૂર પ્રમાણે બાટલાના સ્વરૂપમાં સારવાર આપવામાં આવતી હોય છે. અમુક કિસ્સાઓમાં જ્યારે દર્દીઓને પ્લેટલેટ ચડાવવાની પણ જરૂર પડતી હોય છે.

ડેન્ગ્યુ થતો રોકવા માટે શું શું કરી શકાય
-મચ્છરની ઉત્પતિ અટકાવો
-સ્વચ્છતા રાખો
-રોગચાળાના સમયગાળા દરમિયાન પુરી લંબાઈના કપડાં પહેરવા.
-mosquito repellent લગાડવું

(1) ધ્યાન રાખવામાં આવે તો ડેન્ગ્યુ એક ગંભીર રોગ નથી. (2) સ્વચ્છતા રાખવાથી, મચ્છરનો ઉપદ્રવ અટકાવવાથી તેને ફેલાતો અટકાવી શકાય છે. (3) મોટા ભાગના દર્દીઓમાં માત્ર ઘરગથ્થુ ઉપચારથી કે સામાન્ય સારવારથી તેને મટાડી શકાય છે. (4) માત્ર અમુક ટકા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે ને એવા કિસ્સાઓમાં પણ વ્યવસ્થિત સારવારથી ડેન્ગ્યુને મટાડી શકાય છે.

- text