મોરબીના સીરામીક સીટીમાંથી બુલેટ ચોરનાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબીના સામાંકાંઠે સીરામીક સીટીના પાર્કિગમાં રાખેલું બુલેટની ચોરીની ફરિયાદ નોંધાયા બાદ તુરંત બી ડિવિઝન પોલીસે બુલેટ ચોરને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સામાંકાંઠે સીરામીક સીટીમાં રહેતા રુદ્રભાઈ હસમુખભાઈ અધારા ગત તા.8ના રોજ પોતાના બુલેટ નંબર જી.જે.36 એબી 2187 ને લઈને પરિવાર સાથે બહાર પ્રસંગમાં ગયા બાદ રાત્રે પરત આવીને આ સીરામીક સીટી એપાર્ટમેન્ટના પાર્કિગમાં બુલેટને રાખ્યું હતું. તેઓએ સવારે ઉઠીને જોયું તો પાર્કિગમાં તેમનું બુલેટ ગાયબ હતું આથી શોધખોળ અંતે પણ બુલેટ મળી ન આવતા તેઓએ આ બુલેટની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે પોલીસે સઘન તપાસ કરી બુલેટ ચોર આરોપી દિલીપભાઈ ઉર્ફે દિપ મુળજીભાઈ ડાંગર (ઉ.વ. 26) રહે લક્ષ્મી નારાયણ સોસાયટી, સામા કાંઠે, મોરબી -2ને મોરબી બી ડીવીજન પીએસઆઇ જે.એલ. ઝાલા સહિતના સ્ટાફે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

- text

- text