મોરબીમાં ફરી એસપીની આગેવાનીમાં પોલીસનું કોમ્બિંગ 

- text


શનાળા પોલીસ ચોકીથી લઈ ગાંધી ચોક સુધી પોલીસનું ચેકીંગ : ટ્રાફિકને નડતરરૂપ વાહનો તેમજ આવારા તત્વો સામે કાર્યવાહી

મોરબી : મોરબીમાં પોલીસ દ્વારા ફરી એસપીની આગેવાનીમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શનાળા પોલીસ ચોકીથી લઈ ગાંધી ચોક સુધી પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. આ વેળાએ ટ્રાફિકને નડતરરૂપ વાહનો તેમજ આવારા તત્વો સામે કાર્યવાહી કરાઈ હતી.

મોરબી પોલીસ ફરી એક અઠવાડિયા બાદ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને આવારા તત્વો સહિતના દુષણોને ડામવા માટે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીની અધ્યક્ષતામાં આ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસની વિવિધ ટીમોએ હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ શનાળા પોલીસ ચોકીથી લઈ હોસ્પિટલ ચોક વિસ્તાર અને ત્યાં રામ ચોક થઈ ગાંધી ચોક સુધી ડ્રાઇવ યોજી હતી.

આ વેળાએ આડેધડ પાર્ક કરાયેલ વાહન સામે કાર્યવાહી કરાઈ હતી. ઉપરાંત સરદારબાગમાં પણ તપાસ કરાઈ હતી. આ કોમ્બિંગમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, એલસીબી પીઆઇ ઢોલ, એસઓજી પીઆઇ એમ.પી. પંડ્યા, એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, ટ્રાફિક પીએસઆઇ પંડ્યા સહિતના અધિકારીઓ અને એ ડીવીજન, બી ડિવિનન અને તાલુકા અને ટ્રાફિક બ્રાન્ચનો અંદાજે 150 જેટલો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

- text

- text