નંદી ઘરમાંથી આખલાઓને છોડી તો નથી મૂક્યાને ? કોંગ્રેસનો અણીયારો સવાલ

- text


મોરબીને આખલા મુક્ત કરવા કોંગ્રેસની માંગણી : શહેરમાં રસ્તે રઝળતા ઢોર મામલે પાલિકા તંત્રના મૌન સામે કોંગ્રેસના તાતાતીર

મોરબી : મોરબી શહેરની એ-ગ્રેડની નગરપાલિકા ડી-ગ્રેડની બની ગઈ હોવાનો આક્ષેપ કરી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ શહેરમાં રસ્તે રખડતા ઢોર મામલે પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર વિરુદ્ધ તાતા તીર ચલાવી પાલિકા સંચાલિત ઢોર ડબ્બામાંથી આખલાઓને છોડી તો નથી મૂક્યાને તેવા સવાલો ઉઠાવી મોરબીને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા માંગણી ઉઠાવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબિયા અને કે.ડી.બાવરવાની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ હાલમાં મોરબી શહેરમાં આખલાઓએ તમામ શેરી ગલીઓમાં અને મેઈન રોડ ઉપર કબજો જમાવી દીધો છે જેના કારણે મોરબીની પ્રજા ભારે પરેશાની ભોગવવી પડતી હોવાનો આરોપ લગાવ્યો છે.

- text

વધુમાં મોરબીમાં આખલાઓના આંતકના કારણે અવાર – નવાર નિર્દોષ લોકોને ભોગ બનવું પડે છે પરંતુ મોરબી નગરપાલિકાનુ નિર્ભર તંત્ર આખલ પકડવાનુ કામ કરતું નથી. અગાઉ નગરપાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર બનાવાયેલ નંદીઘરમાં આખલા પકડી રાખવામાં આવતા હતા પણ એમાં પણ ભાજપ શાસિત મોરબી નગરપાલિકાના સદસ્યોએ બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ચર્ચા લોક મૂખે ચર્ચા ચાલી રહી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવી હાલ નગરપાલિકાની તિજોરી ખાલી હોવાથી આ આખલાઓને નંદીગ્રામ માંથી છોડી મૂક્યા હોય તેવું લોકો માની રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

ઉપરાંત અવાર-નવાર આખલાઓ લડતા હોવાના કારણે નિર્દોષ રાહદારીઓ તેનો ભોગ બને છે જેના કારણે શારીરિક નુકસાન થાય છે ઘણા કિસ્સાઓમાં આખલાઓના કારણે મૃત્યુ થયાના પણ કિસ્સાઓ બનેલ છે ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર મોરબી શહેરના રોડ ઉપર આંતક બચાવતા આખલાઓને ક્યારે પકડીને આખલા મુક્ત મોરબી કરાવશે ? તેમ મોરબીની પ્રજા વતી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુંબિયા અને કે.ડી. બાવરવાએ માંગ ઉઠાવી હતી.

- text