મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરાયા

- text


લીલાપર રોડ ઉપર આવેલ કારખાનામાં બનેલ બનાવમાં 15 શખ્સ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કારખાનામાં મજૂરની ઓરડી નજીક ગાળો બોલી રહેલા શખ્સોએ ગાળો બોલવાની ના પાડનાર મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરતા 15 જેટલા શખ્સો વિરુદ્ધ એટ્રોસીટી એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા રમીલાબેન કિશનભાઇ દિનેશભાઇ સોંલકીએ જાહેર કર્યું હતું કે તેઓ લીલાપર રોડ ઉપર આવેલ રામેશ્વવર પોટરીઝ નળીયાના કારખાનામાં મજૂરી કામ કરે છે અને ત્યાં જ ઓરડીમાં રહે છે. તેમની સાથે જ કામ કરતા નીતિનભાઈ રમીલા બેનના ઘર પાસે ગાળો બોલતા હોવાથી રમીલાબેને ના પાડતા ઝઘડો કર્યો હતો બાદમાં આરોપીને કારખાનામાંથી કાઢી મુકતા સારું લાગ્યું ન હતું.

- text

બીજી તરફ ગુસ્સામાં આરોપી નિતીનભાઇ કોળી, હીનાબેન, નિતીનભાઇ કોળી, બે અજાણ્યા માણસો, જગદીશ મગનભાઇ, બાબુભાઇ, અનીલ બાબુભાઇ, જયેશ બાબુભાઇ, બુટેશભાઇ, ગોપાલભાઇ, નકો, જગદીશભાઇ મહેશભાઇ તથા બીજા ત્રણથી ચાર અજાણ્યા માણસો આ બાબતનો ખાર રાખી કારખાને આવ્યા હતા અને રમીલાબેનને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.

હાલમાં આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે રમીલાબેનની ફરિયાદને આધારે તમામ વિરુદ્ધ આઇપીસી કલમ ૧૪૩, ૫૦૪, તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(R)(S), ૩(૨)(૫)A મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text