કોના બાપની દિવાળી ? ટંકારાના ઓવરબ્રિજ પર ધોળા દિવસે લાઈટો ચાલુ !

- text


વીજ બચતની લોકોને બોધપાઠ આપતું ખુદ તંત્ર જ વીજ બચત કરવાનું ભુલ્યું

ટંકારા : ટંકારામાં કોના બાપની દિવાળી ?ની જેમાં ટંકારાના ઓવરબ્રિજ ઉપર ધોળા દિવસે પણ લાઈટો ચાલુ રહેતા વીજળીનો ભારે દુવ્યય થઈ રહ્યો છે. જો કે, વીજ બચતની લોકોને બોધપાઠ આપતું ખુદ તંત્ર જ વીજ બચત કરવાનું ભુલ્યું હતું અને તંત્રએ ખુદ વીજળીનો ધુમાડો કર્યો છે.

ટંકારાના ઓવરબ્રિજ ઉપર હમણાંથી ધોળા દિવસે પણ અનેક લાઈટો ચાલુ જોવા મળી છે. તંત્રને જાણે મોતીયો આવી ગયો હોય ધોળા દિવસે પણ આ લાઈટો ચાલુ રાખી છે. એકબાજુ તંત્ર લોકોને વીજ બચતની દુહાઈ દઈ રહ્યું છે અને બીજી તરફ ખુદ તંત્ર જ વીજ બચત કરવાનું વિસરી ગયું હોય એમ આ વીજળીનો ખોટો વ્યય થઈ રહ્યો છે. કોના બાપની દિવાળીની જેમ આ વિજળીનો દુરુપયોગના નાણા સરકારી બાબુના ખિસ્સામાંથી જવાના નથી.એ તો પ્રજાના પૈસાનો જ ધોળા દિવસે ધુમાડો થઈ રહ્યો છે.

- text

- text