સાવધાન ! મોરબીમાં ગરમીનો પારો આજે 43ને આંબશે 

- text


બપોરના સમયે કામ વગર બહાર ન નીકળતા : અમદાવાદમાં યલો એલર્ટ જારી 

મોરબી : એક તરફ બંગાળની ખાડીમાં મોચા નામના ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં સૂર્યદેવતા જાણે કોપાયમાન થયા હોય તેમ આગ ઓકી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને આંબી શકે તેમ હોવાની શક્યતા ગુગલ વેધર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.નોંધનીય છે કે અમદાવાદમાં ધોમધખતા તાપને લઈ યલો એલર્ટ જારી કરાયું છે.

- text

છેલ્લા ત્રણેક દિવસથી ઉનાળો બરાબરનો જામ્યો છે અને ગરમીનો પારો સડસડાટ ઉંચે ચડી રહ્યો છે ત્યારે આજથી ચાર દિવસ માટે ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે, બીજી તરફ મોરબીમાં પણ ગઈકાલથી અંગ દઝાડતી ગરમીના અહેસાસ વચ્ચે આજે ગુગલ વેધરની વેબસાઈટ મુજબ તાપમાન 43 ડિગ્રીને આંબે તેવી શક્યતા વ્યક્ત કરી છે, નોંધનીય છે કે, આજે સવારના દસ વાગ્યાના અરસામાં જ સૂર્યદેવતા આગ ઓકી રહ્યા હોય તેમ તાપમાન 35 ડિગ્રીએ પહોંચી ગયું હોવાનું પણ જાણવા મળે છે.

- text