બેંક લોકરમાં રોકડ નહીં રાખી શકાય આરબીઆઇનો નવો નિયમ

- text


બેન્ક લોકર માટે હવે સ્ટેમ્પ પેપર ઉપર કોન્ટ્રાકટ સાઈન કરવો પડશે 

મોરબી : કિંમતી જ્વેલરીથી લઈને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટની સુરક્ષા માટે આપણે બેંક લોકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લોકર માટે નવા નિયમો અમલી બનાવી રોકડ સહિતની વસ્તુઓ બેન્ક લોકરમાં મુકવા ઉપર પ્રતિબંધ લાદી બેન્ક લોકર માટે હવેથી જે તે બેન્ક સાથે સ્ટેમ્પ પેપર ઉપર કરાર પણ કરવો પડશે.

આરબીઆઈના નવા નિયમ મુજબ બેંકોએ હવે તેમના ગ્રાહકો સાથે લોકર ભાડે આપવા માટેના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા પડશે. નવા નિયમો અનુસાર, આ કોન્ટ્રાક્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવશે કે ગ્રાહકો તેમના લોકરમાં કેવા પ્રકારનો સામાન રાખી શકે છે અને કયા પ્રકારનો ન રાખી શકે.આરબીઆઈના નવા નિયમો અનુસાર, હવે ગ્રાહકો બેંક લોકરમાં માત્ર કાયદાકીય રીતે માન્ય વસ્તુઓ જેમ કે જ્વેલરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જ રાખી શકશે. બેંક સાથેના કોન્ટ્રાક્ટમાં ગ્રાહકને વિગતવાર જણાવવામાં આવશે કે કયા પ્રકારનો સામાન રાખવાની છૂટ છે અને કયો નથી.

- text

લોકો પોતાના બેંક લોકરમાં એવી વસ્તુઓ રાખે છે જે કાયદાકીય રીતે માન્ય નથી. ક્યારેક તે હાનિકારક પણ હોય છે. હવે આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો તેમના લોકરમાં કઈ વસ્તુઓ ન રાખી શકે.બેંકના હાલના લોકર ગ્રાહકોના કોન્ટ્રાક્ટના રિન્યુ માટે સ્ટેમ્પ પેપરનો ખર્ચ બેંક ઉઠાવશે. જ્યારે અન્ય ગ્રાહકોએ બેંક લોકર લેવા પર કોન્ટ્રાક્ટના સ્ટેમ્પ પેપરની કિંમત ચૂકવવી પડશે, નવા નિયમો મુજબ ગ્રાહકો તેમના લોકરમાં રોકડ અથવા વિદેશી ચલણ રાખી શકશે નહીં.સાથે જ હથિયારો, ડ્રગ્સ અથવા દવાઓ, પ્રતિબંધિત અથવા કોઈપણ ખતરનાક અથવા ઝેરી સામાન રાખવા પર પ્રતિબંધ રહેશે.

- text