મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા પાઠ કરાયા

- text


મોરબી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરનાર કોંગ્રેસ વિરુદ્ધ વિશ્વ હિંદુ પરિષદ મોરબી દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.

ગઈકાલે તારીખ 9 મેના રોજ રાત્રે 9-30 કલાકે મોરબીના સામાકાંઠે આવેલી ઉમા ટાઉનશિપમાં બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી મંદિરે સાપ્તાહિક મિટીંગનું આયોજન કરાયું હતું જેમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કોંગ્રેસના વલણનો વિરોધ કરવામાં આવ્યો હતો.

- text

- text