માળીયા તાલુકામાંથી નીકળતી ગેસ લાઈનના કારણે ખેડૂતોની ત્રણ સીઝન ફેઈલ 

- text


ગેસ કંપની દ્વારા ખેતીની જમીન સમથળ ન કરી અપાતા ચોમાસામાં પણ વાવેતર થશે કે કે તે અંગે ખેડૂતો દ્વિધામાં : કલેક્ટરને ફરિયાદ રૂપે આવેદન 

માળીયા : કંડલા ગોરખપુર એલ.પી.જી. પાઈપલાઈન પ્રોજેક્ટ અન્વયે ગામ ખાખરેચી તા. માળીયાની વપરાશી હકક સંપાદિત કરેલ ખેડુતોના મેજેન-૨૦૨૨ નાચોમાસુ પાક ની તથા ત્યાર બાદ શિયાળુ પાક ની અને ઉનાળુ પાકની નુકશાની થયેલ હોય અને જમીન રીસ્ટોર કરી ખેતીવાયક બનાવી ન હોય ચોમાસુ પાક લેવા સામે પણ પ્રશ્નાર્થ ઉભો થતા તાત્કાલીક વળતર નકકી કરી ચુકવી આપવા અંગે ખેડૂતોએ કલેકટરને રજુઆત કરી છે.

માળીયાના ખાખરેચી ગામના ખેડૂતોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, માળીયા – કંડલા – ગોરખપુર એલ.પી. જી. પાઈપલાઈન પ્રોજેક્ટ અન્વયે વપરાશી હકક સંપાદન કર્યા બાદ વર્ષ ૨૦૨૨ માં ઉનાળુ પાક ની નુકશાની વળતર નકકી કરેલ છે. ત્યાર બાદ પણ કંપની દ્વારા આજદીન સુધી આ જમીન સમતળ ન કરતા ગત વર્ષની બન્ને સીઝન નિષ્ફળ ગઈ છે અને વર્ષ ૨૦૨૨ નુ શિયાળુ પાક ની નુકસાની થયેલી અને ત્યાર બાદ વર્ષ ૨૦૨૩માં ઉનાળુ પાકનું વાવેતર પણ થઈ શકેલ નથી અને કંપનીની બેદરકારીના કારણે ખેડૂતોને વ્યાપક નુકશાની થયેલી છે.

વધુમાં ખેડૂતોએ કંપનીને વારંવાર રજુઆત કરવા છતાં કંપની દ્વારા ખેડૂતોને વળતર નકકી કરી આપી, અને ચુકવીશ તેમ જણાવે છે પરંતુ કંપની વાળા કોઈ કાર્યવાહી કરેલ નથી અને વળતર અંગે આજદીન સુધી ઉપર મુજબના ત્રણ પાકોની નુકશાની થયેલ હોવા છતા પંચરોજકામ પણ કરવામાં આવેલ નથી. જેથી કાયદા મુજબ અમો વપરાશી હકક સંપાદિત જમીનથી અળગા રહીએ ત્યા સુધીના થતા તમામ પાકોની નુકશાની અમો ખેડુતોને મળવાપાત્ર છે.

- text

આશ્ચર્ય તો એ વાતનું છે કે, આજદીન સુધીકંપનીને વપરાશી હક્ક સંપાદિત કરવા અંગેની કામગીરી પૂણી થયા અંગનું કાર્ય જાહેરનામુ બહાર પાડવામાં આવેલ નથી. અને કંપની જમીન યોગ્ય ખેતી લાયક બનાવી પરત ન આપી ખેડૂતોના એન.ઓ.સી. પણ મેળવેલ નથી. આ સંજોગોમાં માળિયાના ખાખરેચી ગામના ખેડુતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી ગેસ કંપની ત્રણયે સીઝનના નુકશાની વળતર ચૂકવી જમીનને સમથળ કરાવી આપે તેવી માંગ ઉઠાવી છે.

- text