વેગડવાવ હાઈસ્કૂલનો જિલ્લા કક્ષાની STEM કવિઝમાં દબદબો

- text


હળવદ : વેગડવાવ સરકારી શાળાએ આચાર્ય રણજીતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષક માધુરીબેન માલવણીયા, કિરીટભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ડાંગરની મહેનતથી જિલ્લા કક્ષાની STEM કવિઝમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. હળવદ તાલુકામાં ટોપ-10 માં આ શાળાના ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી થયેલ છે. જેમાં ત્રીજો નંબર પીપરીયા મેરુ બાજુભાઇ, ચોથો નંબર પીપરીયા ધવલ સુરેશભાઈ અને છઠ્ઠો નંબર આલ સત્યમ સિંધાભાઈનો આવ્યો છે.

- text

- text