મોરબી કોરોના મુક્ત થવા તરફ, આજે શૂન્ય કેસ

- text


સમગ્ર જિલ્લામાં ફક્ત બે જ એક્ટિવ કેસ

મોરબી : રોજે રોજ વરસતા મુસીબતરૂપી માવઠા વચ્ચે મોરબી જિલ્લામાં કોરોના માટે રાહતના સમાચાર છે, આજે પણ એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી સાથે જ એક્ટિવ કેસ પણ ફક્ત બે જ હોય મોરબી જિલ્લો કોરોના મુકત થવા તરફ આગળ ધપી રહ્યો છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેર અને જિલ્લામાં કુલ 250 શંકાસ્પદ સેમ્પલની ચકાસણી કરતા એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી, સાથે જ મોરબીના બે દર્દીઓ રિકવર થતા હવે જિલ્લામાં ફક્ત બે જ એક્ટિવ કેસ રહ્યા છે.

- text

- text