કાલે તા.3થી મોરબી યાર્ડમાં હરરાજી શરૂ

- text


ઘઉં, ચણા, જીરૂ તથા એરંડા સિવાયની જણસીઓની આવક બંધ રહેશે

મોરબી : કમોસમી વરસાદ બાદ હવે ફરી મોરબીના માર્કેટયાર્ડમાં કાલે બુધવારથી હરરાજીનુ કામકાજ રાબેતા મુજબ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પણ હજુ કમોસમી વરસાદની આગાહી હોય ઘઉં, ચણા, જીરૂ તથા એરંડા સિવાયની જણસીઓની આવક બંધ રહેશે તેવી જાણ એજન્ટભાઇઓ, વેપારીભાઇઓ તથા ખેડૂતોને કરવામાં આવી છે.

મોરબીના માર્કેટયાર્ડમાં તા.૩/૫/૨૦૨૩થી અનાજ વિભાગમાં હરરાજીનુ કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તા. ૨/૫/૨૦૨૩ના બપોર પછી માલની આવક આવવા દેવામાં આવશે. જેમાં ઘઉં, ચણા, જીરૂ તથા એરંડાની આવક આવવા દેવામાં આવશે. આ ફકત ચાર જણસીની જ આવક આવવા દેવામાં આવશે. બાકીની જણસીની આવક બંધ રાખેલ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બાકીની જણસી લઇને ન આવવા ખેડૂતોને જાણ કરવામાં આવે છે. ખેડૂતોએ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવાની ભલામણ કરવામાં આવે છે. જેની લાગતાં-વળગતાં સર્વે ભાઇઓએ નોંધ લેવી તેમ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ મોરબીના ઇન્ચાર્જ સેક્રેટરીએ જણાવ્યું છે.

- text

- text