લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા 30 એપ્રિલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

- text


મોરબીઃ મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા આગામી તારીખ 30 એપ્રિલ ને રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના શનાળા રોડ પર આવેલા સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે 30 એપ્રિલના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોરબીના તમામ સેવાભાવી લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસના પ્રમુખ લાયન રાકેશ ક્રિષ્નાણી તેમજ લાયન સેક્રેટરી જનક હિરાણી સહિતની ટીમે અપીલ કરી છે.

- text

- text